બુરખાની બબાલ : અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો, સ્થળસંચાલક પરીક્ષાની કામગીરીમાંથી હટાવાયા

|

Mar 14, 2024 | 2:17 PM

ભરૂચ : અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ હતો.આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું

ભરૂચ : અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ હતો.આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સુધી મામલો પહોંચતા વાલીઓની રજુઆત યોગ્ય ગણી સ્થળસંચાલક પરીક્ષાની કામગીરીમાંથી હટાવાયા છે.

શાળાએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું. વાલીઓ જણાવી રહ્યા છે આ પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી.

મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો.વાલી નાવેદ મલેકે જણાવ્યું હતું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે.

શાળા તરફે સંચાલક દિપક રૂપારેલ જણાવ્યું હતું કે શાળાનો આ નિર્ણય નથી. બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે. શાળામાં રજુઆત કરવાનો અર્થ રહેતો નથી.

મામલે વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજી સુધી પહોંચતા તપાસના આદેશ કરાયા હતા જેમાં બોર્ડે હિજાબ હટાવવા કોઈ સૂચના આપી ન હોવાનું સામે આવતા શાળાની કાર્યવાહીને અયોગ્ય ગણી સ્થળસંચાલક પરીક્ષાની કામગીરીમાંથી હટાવાયા છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:23 pm, Thu, 14 March 24

Next Video