Breaking News : અમદાવાદમાં નારોલ-વિશાલા હાઈવે પર ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
નારોલ-વિશાલા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખેલો સામાન આગની ઝપેટમાં આવી ગયો હતો.
અમદાવાદના નારોલ-વિશાલા હાઈવે પર ભંગારના ગોડાઉનમાં ગુરુવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ધુમાડાને કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નારોલ-વિશાલા હાઈવે પર ભંગારના ગોડાઉનમાં આગ
મળતી માહિતી મુજબ, નારોલ-વિશાલા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રાખેલો સામાન આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 6 ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ વધુ ફેલાતી અટકાવવા માટે પણ ફાયર વિભાગની ટીમોએ કામગીરી કરી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હતી તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ નજીકના અન્ય ઔદ્યોગિક એકમો સુધી ન ફેલાય તે માટે પણ ફાયર વિભાગે ખાસ તકેદારી રાખી હતી. અહેવાલો અનુસાર, આગ પર કાબૂ મેળવવા માટે 15થી વધુ ફાયર વિભાગનાં વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફાયર કર્મચારીઓએ લાંબી જહેમત બાદ આગને અન્ય એકમો સુધી ફેલાતી અટકાવવા કામગીરી કરી હતી.
