Breaking News : જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા, તાલીમાર્થીઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ

| Updated on: Sep 08, 2026 | 2:50 PM

તાલીમ ભવનના પરિસરમાં દીપડો ખુલ્લેઆમ લટાર મારતો હોવાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. દીપડાની સતત અવરજવરથી હોસ્ટેલ પરિસરમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાલિમાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થયા છે.

જૂનાગઢના બિલખા રોડ પર આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પરિસરમાં છેલ્લા 8 દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. તાલીમ ભવનના પરિસરમાં દીપડો ખુલ્લેઆમ લટાર મારતો હોવાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. દીપડાની સતત અવરજવરથી હોસ્ટેલ પરિસરમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાલિમાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થયા છે.

જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આટાફેરા

મહત્વનું છે કે આ હોસ્ટેલમાં 100થી વધુ મહિલા તાલીમાર્થીઓ રહે છે. ત્યારે દીપડાની હાજરીને કારણે તેમની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 8 દિવસથી દીપડો પરિસરમાં ફરી રહ્યો હોવા છતાં હજુ સુધી વન વિભાગ દ્વારા પાંજરું મૂકવા સહિતની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ હશે?

તાલીમાર્થીઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ

દીપડાના આંટાફેરાને કારણે તાલીમ ભવન અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. તાલીમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

CCTVમાં કેદ થયા દ્રશ્યો

દીપડાની અવરજવરથી ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે તાલીમાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્ટેલ પરિસરમાં રહેતી મહિલા તાલીમાર્થીઓની સુરક્ષાને લઈને સ્થાનિકો અને વાલીઓમાં પણ ચિંતા વધી છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક ટીમ તૈનાત કરી દીપડાની હિલચાલ પર નજર રાખે અને જરૂરી કાર્યવાહી કરીને દીપડાને સુરક્ષિત રીતે પકડી અન્યત્ર ખસેડે. હાલ CCTVમાં કેદ થયેલા દીપડાના દૃશ્યોને પગલે સમગ્ર વિસ્તારમાં સાવચેતી વધારી દેવામાં આવી છે.

Breaking News : આસારામને રાહત નહીં, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.