Breaking News : જુનો નેશનલ હાઇવે Accident Zone બન્યો, 6 કલાકમાં અકસ્માતની 3 ઘટનાઓમાં 2 ST બસ સહીત 7 વાહનો ટકરાયા

|

Jun 22, 2023 | 10:54 AM

Breaking News : ભરૂચ(Bharuch) અંક્લેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે ઉપર આજે સવારે એક પછી એક ત્રણ અકસ્માત(Accident)ની ઘટના બની હતી જેમાં ૭ વાહનો ક્ષતિગ્રટસ થયા હતા જયારે ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ(Bharuch) અંક્લેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે ઉપર આજે સવારે એક પછી એક ત્રણ અકસ્માત(Accident)ની ઘટના બની હતી જેમાં ૭ વાહનો ક્ષતિગ્રટસ થયા હતા જયારે ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતરનર્મદા મૈયા બ્રિજ ઉપર સરકારી ST બસને અવર – જ્વર માટે પરવાનગી આપવામાં આવ્યા બાદ આ વિસ્તાર એક્સીડેન્ટ ઝોન તરીકે બદનામ બન્યો છે. લગભગ એક મહિનામાં અહીં ૫ થી વધુ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે જે માટે એક તપાસ કમિટીની પણ રચના કરાઈ હતી પરંતુ હજુ અકસ્માત ઉપર નિયંત્ર મળી રહ્યા નથી. આજે સવારે અલગ અલગ ૩ અકસ્માતની ઘટાનો સામે આવી હતી જેમાં અકસ્માતનો ભોગ બનનાર વાહનોમાં 2 ST બસનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતની ઘટનાઓ બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી લગાવાઈ હતી

જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની રાહત અનુભવાઈ હતી જોકે આ રાહત વધુ એક સમસ્યા લાવી હતી. આ બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં અકસ્માતની સંખ્યા વધી હતી. તંત્રએ ફરી અહીં ભારે વાહનો માટે પ્રવેશબંધી લાદી દીધી હતી. ST  બસને નિર્ણયના કારણે ખુબ નુકસાન સહન કરવું પડતું હતું. આખરે માત્ર ST બસ માટે પરવાનગી આપવામાં આવતા ફરી અકસ્માત થઇ રહ્યા છે.

Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024
Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video

આજે 6 કલાકમાં ત્રણ અકસ્માત સર્જાયા

આજે સવારે ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર 6 કલાકમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી  હતી. આ ઘટનાઓમાં કુલ 7 વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા જયારે બે લોકોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે તપાસ શરૂ કરી છે.

અકસ્માતની ઘટનાઓનો ઘટનાક્રમ

  • સવારે 4 વાગ્યાના અરસામાં એક ઇકો કાર જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી કારએ વાહનને ટક્કર મારી હતી. ઘટનામાં કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો.
  • આક્મસ્તની બીજી ઘટના અંકલેશ્વરની ભરૂચ તરફના માર્ગ ઉપર બની હતી જેમાં સ્થાનિક એસટી બસ સાથે એસટી તંત્રની વોલ્વો બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાંબાઇક સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
  • ત્રીજી ઘટના ભૂત મામા ની દેરી  પાસે બની હતી અહીં  સ્વીફ્ટ કાર , ઇકો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો .

 

 

 

Published On - 9:19 am, Thu, 22 June 23

Next Article