Breaking News: મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, 3 ઈજાગ્રસ્ત, જુઓ-Video

| Updated on: Apr 26, 2026 | 9:00 AM

કેશોદ શહેરમાંથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપના કાર્યકરો વચ્ચે જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની છે. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જ્યાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપના કાર્યકરો વચ્ચે જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની છે. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જ્યાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો.

ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી

મળતી માહિતી મુજબ, બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી ચાલતી અદાવતને લઈને તણાવ હતો. આ તણાવ અંતે મારામારી સુધી પહોંચ્યો, જેમાં લાકડી અને હાથાપાઈ પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્રણ લોકો ઈજાગ્રસ્ત

આ અથડામણમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બંને પક્ષના લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. હાલ વિસ્તારમાં તણાવનો માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો મહાસંગ્રામ, 9,292 બેઠકોનું ભવિષ્ય આજે EVMમાં થશે કેદ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us