Breaking News : દાતાર પર્વત પર સિંહ પરિવારનો ડેરો, વહેલી સવારે પગથિયા પર જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

Breaking News : દાતાર પર્વત પર સિંહ પરિવારનો ડેરો, વહેલી સવારે પગથિયા પર જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

| Updated on: Oct 06, 2026 | 2:54 PM

દાતાર પર્વત વિસ્તારમાં સિંહોની અવરજવર પર ટ્રેકર ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સિંહો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે અને યાત્રાળુઓથી તેમનું અંતર જળવાઈ રહે તે માટે ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Junagadh : દાતાર પર્વત પર વહેલી સવારે પાંચ સિંહોનો પરિવાર જોવા મળતાં યાત્રાળુઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. દાતાર પર્વતની સીડીઓ પર સિંહ પરિવારની અવરજવર જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં વન્યજીવની હાજરીને લઈને ચર્ચા શરૂ થઈ હતી.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે દાતાર પર્વતની સીડીઓ પર પાંચ સિંહોનો પરિવાર જોવા મળ્યો હતો. સિંહ પરિવાર દેખાતાં ત્યાં હાજર યાત્રાળુઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તેમજ ટ્રેકર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સિંહો અને યાત્રાળુઓ બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે.

સિંહોની અવરજવર પર ટ્રેકર ટીમની નજર

દાતાર પર્વત વિસ્તારમાં સિંહોની અવરજવર પર ટ્રેકર ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સિંહો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે અને યાત્રાળુઓથી તેમનું અંતર જળવાઈ રહે તે માટે ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે યાત્રાળુઓને અપીલ કરી છે કે, પર્વત વિસ્તારમાં સિંહ કે અન્ય કોઈ વન્યપ્રાણી જોવા મળે તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવો. સિંહોના ફોટા કે વીડિયો લેવા માટે પણ તેમની નજીક ન જવું અને સલામત અંતર જાળવવું.

વન વિભાગ દ્વારા માનવ-વન્યજીવ સંઘર્ષની કોઈ સ્થિતિ ઊભી ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. યાત્રાળુઓને પણ વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા રુ. 40 હજારની લાંચ લેતા દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઝડપાયા

Published on: Oct 06, 2026 02:53 PM
Follow Us
Loading...
Unable to load recommendations.