Breaking News : ભરૂચ જીઆઈડીસીમાં નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી , ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ Video

|

Mar 22, 2023 | 9:00 AM

આજે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોધામ મચી હતી હતી. પ્લાસ્ટિક બેગના વેરહાઉસમાં લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Breaking News : આજે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોધામ મચી હતી હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતીકે જ્વાળાઓ અને ધુમાડા બે થી ત્રણ કિમિ દૂરના અંતરેથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બની રહ્યો છે. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આગ ઉપર કાબુ મેળવવાના સ્થાનિકોના પ્રયાસ અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને મદદે બોલાવવામાં આવ્યું છે. પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હોવાથી તેણે  ગંભીર સ્વરૂપર ધારણ કરી દીધું છે. આગની જ્વાળાઓમાં આસપાસની કંપનીઓ પણ ઝપેટમાં આવે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર ઘટનસ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કરી રહયા છે. સદનશીબે ઘટનામાં હજુસીધી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી. નર્મદા પ્લાસ્ટિકમાં લાગેલી આગ આસપાસની કંપનીઓમાં ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ મદદે બોલાવવામાં આવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:27 am, Wed, 22 March 23

Next Article