Breaking News : Bharuch અંકલેશ્વરની પાનોલી GIDCની કેમિકલ કંપનીમાં લાગી આગ, 7 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2023 | 10:38 PM

અકલેશ્વરની એક ફેક્ટરીમાં આગ અલગવાનો બનાવ બન્યો છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા કેમિકલ ફેક્ટરીમાં દોડધામ મચી હતી. 7 થી વધુ ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ અંકલેશ્વરની પાનોલી GIDC ની કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મૌજબ અંકલેશ્વરની વૈકુંઠ કેમિકલ કંપનીમાં આગ લાગી છે. મહત્વનુ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા દોડધામ મચી હતી. 7 થી વધુ ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા. અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Bharuch Video : નર્મદાના પૂર અસરગ્રસ્તોએ સહાય કેવી રીતે મેળવવી? તંત્રએ માર્ગદર્શન શિબિર યોજી વેપારીઓને માહિતગાર કર્યા

હાલમાં કયા કારણ થી આગા લાગી તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી પરંતુ આ અંગે યોગ્ય તપસ જરૂરી છે. કારણ કે રસાયણ પ્રક્રિયા દરમ્યાન એકા એકા આગ ફાટી નીકળી હતી. આગા લાગવાને કારણે સમગ્ર ફેક્ટરીમાં અફરા તફરીનો માહોલ છ્વાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, પોલીસ અને GPCB દ્વારા તમામ તપસ હાથ ધરવામાં આવી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 07, 2023 10:35 PM