Breaking News : વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ, આંગડિયા પેઢીના કનેક્શનનો થયો ખુલાસો-Video

| Updated on: May 17, 2026 | 11:40 AM

લીમખેડા પોલીસ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તે તપાસ દરમિયાન કારમાંથી કુલ 2 કરોડ 56 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

દાહોદ જિલ્લાના ધાનપુર ચોકડી નજીક રુટિન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી કરોડોની રોકડ રકમ ઝડપાઈ છે. લીમખેડા પોલીસ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તે તપાસ દરમિયાન કારમાંથી કુલ 2 કરોડ 56 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડ ઝડપાયો

પોલીસે કારમાં રહેલા શંકાસ્પદ પાર્સલોની તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. રોકડની ગણતરી માટે પંચની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. લાંબી કાર્યવાહી બાદ પોલીસે તમામ રકમની ગણતરી કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પૂછપરછમાં થયો મોટો ખુલાસો

પ્રાથમિક તપાસ દરમિયાન કારચાલક રાજુ નિનામા રોકડ અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જો કે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ રકમ દાહોદની એક આંગડીયા પેઢીમાંથી વડોદરા મોકલવામાં આવી રહી હતી. વધુમાં દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા મોકલ્યા હોવાની કબૂલાત પણ આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

રોકડ રકમ ટ્રેઝરીમાં જમા કરાવી

લીમખેડા પોલીસે સમગ્ર 2.56 કરોડ રૂપિયાની રોકડ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી છે. સાથે જ સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે રોકડની હકીકત, સ્ત્રોત અને ઉપયોગ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Breaking News : ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કાલોલના કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us