Breaking News : અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે બચાવી લીધા, જુઓ વિડીયો

| Updated on: Jun 01, 2026 | 2:56 PM

ભરૂચ : અંકલેશ્વરમાંથી એક દિલધડક રેસ્ક્યુણી ઘટના સામે આવી છે જ્યાં પાનોલી ફાયર બ્રિગેડની સમયસૂચકતાના કારણે ત્રણ જિંદગીઓ બચી ગઈ છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે.

ભરૂચ : અંકલેશ્વરમાંથી એક દિલધડક રેસ્ક્યુણી ઘટના સામે આવી છે જ્યાં પાનોલી ફાયર બ્રિગેડની સમયસૂચકતાના કારણે ત્રણ જિંદગીઓ બચી ગઈ છે.

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં નહેરમાં ન્હાવા પડેલા ત્રણ લોકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને ડૂબવા માંડ્યા હતા. ડૂબનારાઓમાં બે યુવતીઓ અને એક નિર્દોષ બાળક સામેલ હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા જોઈ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સમય બગાડ્યા વિના નહેરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયરની ટીમે બંને યુવતીઓ અને બાળકને સહેમત બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલી મદદના કારણે ત્રણેયના જીવ બચી જતાં પરિવારે અને સ્થાનિકોએ ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : Breaking News : ભરૂચ શહેરમાં સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરીનો ખેલ ઝડપાયો, LCB એ ખેપિયાની ધરપકડ કરી

Published on: Jun 01, 2026 02:42 PM
Follow Us