Breaking News : જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBએ તપાસ તેજ કરી
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખાતી હતી અને પોતાનું નામ મિથિલા સાજુ રોય જણાવી નેપાળની નાગરિક હોવાનો દાવો કરતી હતી. જોકે, પોલીસની તપાસમાં તે બાંગ્લાદેશની નાગરિક હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાંથી બાંગ્લાદેશની એક યુવતીને પોલીસે ઝડપી પાડી છે. યુવતી પોતાની ઓળખ નેપાળની નાગરિક તરીકે આપીને જૂનાગઢમાં રહેતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેની સાચી ઓળખ સામે આવી હતી. આ મામલે હવે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાંગ્લાદેશી યુવતી જૂનાગઢથી ઝડપાઈ
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખાતી હતી અને પોતાનું નામ મિથિલા સાજુ રોય જણાવી નેપાળની નાગરિક હોવાનો દાવો કરતી હતી. જોકે, પોલીસની તપાસમાં તે બાંગ્લાદેશની નાગરિક હોવાનું સામે આવ્યું છે. તે બાંગ્લાદેશના નારાયણગંજ જિલ્લાની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર અને સુરત બાદ જૂનાગઢમાં બદલ્યું સરનામું
તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, યુવતીએ મહારાષ્ટ્ર અને સુરત બાદ જૂનાગઢમાં પોતાનું સરનામું બદલ્યું હતું. મહારાષ્ટ્રમાં તે ડાન્સબારમાં કામ કરતી હોવાની માહિતી મળી છે, જ્યારે ગુજરાતમાં તે બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી. જૂનાગઢમાં પણ તે છૂટક બ્યુટી પાર્લરમાં કામ કરતી હોવાનો ખુલાસો થયો છે.
મોબાઈલ અને દસ્તાવેજો જપ્ત
જૂનાગઢની સી ડિવિઝન પોલીસે યુવતી પાસેથી એક મોબાઈલ ફોન અને બે સરનામાં સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. ત્યારબાદ યુવતીને મહિલા વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે.
આ મામલે યુવતીની ઓળખ, ભારતમાં રહેવા સંબંધિત દસ્તાવેજો અને તેના અગાઉના સરનામાં અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશી યુવતીના કેસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા પણ તપાસ તેજ કરવામાં આવી છે.

