Breaking News: હવે કાર-બાઇક પર અટક કે જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ, ગુજરાત સરકારે બદલ્યા નિયમો

રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરીને વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ મૂક્યું છે. આ નિયમનો હેતુ વાહનોના માધ્યમથી જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન અટકાવવાનો છે.

| Edited By: | Updated on: Nov 20, 2026 | 2:29 PM

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ કે જ્ઞાતિ દર્શાવતા શબ્દો લખી શકાશે નહીં. રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરીને વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ મૂક્યું છે. આ નિયમનો હેતુ વાહનોના માધ્યમથી જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન અટકાવવાનો છે.

ટુ વ્હીલરથી લઈને બસ અને ટ્રક સુધી નિયમ લાગુ

નવી જોગવાઈ હેઠળ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, બસ, ટ્રક સહિતના વાહનોમાં જાતિ કે જ્ઞાતિ દર્શાવતા શબ્દો લખવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે વાહનોની નંબર પ્લેટની આસપાસ, બોડી કે અન્ય કોઈ દેખીતા ભાગ પર અટક, જ્ઞાતિ અથવા જાતિ દર્શાવતા લખાણનું પ્રદર્શન કરી શકાશે નહીં.

જાતિસૂચક લખાણ સામે કાર્યવાહી

અત્યાર સુધી અનેક વાહનો પર પોતાની જ્ઞાતિ કે જાતિ દર્શાવતા શબ્દો લખવાની પ્રથા જોવા મળતી હતી. જોકે, હવે મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરાતાં આવી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાનો માર્ગ ખુલ્યો છે. વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો કે ચિહ્નોનું પ્રદર્શન કરતા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે.

જાતિ આધારિત ઓળખના જાહેર પ્રદર્શન પર નિયંત્રણનો પ્રયાસ

રાજ્યમાં આ નવી જોગવાઈનો અમલ થતાં વાહનચાલકોએ પોતાના વાહનો પર લખેલા જાતિ કે જ્ઞાતિ દર્શાવતા લખાણ દૂર કરવા પડશે. આ નિયમથી રસ્તાઓ પર જાતિ આધારિત ઓળખના જાહેર પ્રદર્શન પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Breaking News : ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ બન્યા ઠગાઈનો ભોગ ! દાનના નામે વિશ્વાસ જીતી ₹5 લાખનો ચૂનો લગાવ્યો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 2:26 pm, Fri, 20 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.