Anand Breaking News : બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, અમેરિકન બોર્ડર નજીક બની ઘટના

| Updated on: May 28, 2026 | 11:55 AM

આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશકુમાર મેઘાનીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવતી છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં રહેતી હતી અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી.

કેનેડાના નાયગ્રા વિસ્તારમાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશકુમાર મેઘાનીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવતી છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં રહેતી હતી અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી.

આણંદના બોરસદની યુવતીની કેનેડામાં હત્યા

મળતી માહિતી અનુસાર, વિધી મેઘાની કેનેડામાં પી.આર. મેળવવાની તૈયારી કરી રહી હતી. 15 મેના રોજ તે ઘરેથી બહાર નીકળી હતી, ત્યારબાદ અમેરિકન બોર્ડર નજીક તેની હત્યા થયાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં રહેતી હતી

મૃતક યુવતી મૂળ બોરસદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી બનાવવા ગયેલી યુવતીની આ રીતે હત્યા થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વતન બોરસદમાં પણ આ ઘટનાને લઈને દુઃખ અને શોકની લાગણી પ્રસરી છે.

અમેરિકન બોર્ડર નજીક ઘટના બન્યાની માહિતી

હાલ સ્થાનિક પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, વિધી કેનેડામાં પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તે સતત પ્રયાસ કરી રહી હતી. ઘટનાની ખબર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિવારજનોએ કેનેડા સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર પાસે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Breaking News : ભારતની બીજી મોટી સફળતા! ચંદ્રયાન-2 એ ચંદ્ર પર છુપાયેલો ‘બરફનો ખજાનો’ શોધ્યો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us