Breaking News : અંકલેશ્વરના હાંસોટ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત, જુઓ Video
અકસ્માતની જાણ થતાં હાંસોટ PI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લોકોને ગાડીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ સરકારી ગાડીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
Bharuch : ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં 4 મહિલા સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. તો બાળકી સહિત 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં હાંસોટ PI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લોકોને ગાડીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ સરકારી ગાડીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે.
ખાખીની સરાહનીય કામગીરી
પોલીસને જાણ થઈ ત્યારે એમ્બ્યુલન્સને સ્થળ ઉપર પહોંચતા સમય લાગે તેમ હતો. આ સમય દરમિયાન ગણસોત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોની હાલત નાજુક જણાતી હતી. પોલીસ ઇન્સ્પેકટર કે.વી. ચુડાસમા સાથે પોલીસકર્મીઓ ભૂરાભાઈ ભમર, ભૂપતસિંહ અને ડ્રાઇવર અશિષભાઈએ જાતે પતરા ચીરી 2 વર્ષની બાળકી સહિત ઇજાગ્રસ્તોને સરકારી અને પોતાના ખાનગી વાહનોમાં હોસ્પિટલ ખસેડી જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
