Breaking News : અંકલેશ્વર જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી, જુઓ આગના વિકરાળ સ્વરૂપના Video
Bharuch : અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ(fire in niranjan laboratory)ની ઘટના સામે આવી છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું છે. સૂત્રો અનુસાર નિરંજન લેબોરેટરી કંપનીના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટનાજથ્થાનાં કારણે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધુ હોવાનું અનુમાન છે.
Bharuch : અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ(Fire )ની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. સૂત્રો અનુસાર નિરંજન લેબોરેટરી(niranjan laboratory) કંપનીના બંધ પ્લાન્ટમાં આગની ઘટના બની હતી. અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટનાજથ્થાનાં કારણે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધુ હોવાનું અનુમાન છે. ઘટના બાબતે ફાયરબ્રિગેડને મદદનો કોલ અપાતા લાશ્કરો ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. આગે લગભગ આખા પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધો હતો. ઘટના સમયે પ્લાન્ટ બંધ હોવાથી કામદારો અંગે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ન હતી. 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં ભીષણ આગ#Ankleshwar #fire #Gujarat #Bharuch #TV9News pic.twitter.com/Q2jZf0gpy9
— Tv9 Gujarati (@tv9gujarati) June 22, 2023
શ્રમજીવીઓની ભૂલના કારણે પ્લાન્ટમાં તણખલું પડ્યું હોવાનું અનુમાન : જશું ચૌધરી , પ્રમુખ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ
અંકલેશ્વર જીઆઇડીસીની નિરંજન ફાર્મા કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો છે. કુલ 5 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો છે. સૂત્રો અનુસાર આગથી પ્લાન્ટને મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસથી કંપનીનો પ્લાન્ટ બંધ હતો. મંદીના કારણે કંપની પાસે પૂરતા ઓર્ડર ન હોવાથી પ્લાન્ટ બંધ રખાયો હતો. કંપનીને અડીને આવેલા ખાલી પ્લોટમાં રહેતા શ્રમજીવીઓની ભૂલના કારણે પ્લાન્ટમાં તણખલું પડ્યું હોવાનું અનુમાન હોવાનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશું ચૌધરી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં વ્યક્ત કરાયું હતું.
જિલ્લામાં સતત બીજા દિવસે વિકરાળ આગની ઘટના બની
આ અગાઉ બુધવારે પણ ઔદ્યોગિક એકમમાં આગની ઘટના સામે આવી હતી. પાલેજ નજીક આવેલ રુચિકા ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે મળસ્કે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે 10 થી વધુ ફયફાઇટર ઘટનાસ્થળે રવાના કરવાની ફરજ પડી હતી. લાંબા સમયની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા હાંસલ થઇ હતી. આ ઘટના બાદ 24 કલાકમાં ભીષણ આગની વધુ એક ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : Breaking News : જુનો નેશનલ હાઇવે Accident Zone બન્યો, 6 કલાકમાં અકસ્માતની 3 ઘટનાઓમાં 2 ST બસ સહીત 7 વાહનો ટકરાયા