Vadodara: લોકસભા પહેલા વડોદરા કોંગ્રેસમાં ભંગાણ, પૂર્વ કોર્પોરેટરે આપ્યું રાજીનામું, જુઓ Video

|

Sep 15, 2023 | 9:12 PM

વડોદરામાં પ્રશાંત પટેલ બાદ વધુ એક નેતાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. 17 તારીખે સી આર પાટીલના હસ્તે અનિલ પરમાર સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે. અનિલ પરમાર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નિષ્ક્રિય હતા. અનિલ પરમાર ને પ્રશાંત પટેલ ગ્રુપના નેતા માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી 9.40 લાખની મત્તાની લૂંટની ફરિયાદ

વડોદરા શહેર કોંગ્રેસમાં ફરી એક વખત ભડકો થયો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સુરેશ પટેલ અને પ્રશાંત પટેલ કોંગ્રેસનો હાથ છોડી હવે 17 સપ્ટેમ્બરે પોતાના સમર્થકો સાથે કેસરિયા કરશે. સી.આર.પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ પ્રશાંત પટેલે કહ્યું કે કોંગ્રેસથી કોઇ નારાજગી નથી. પણ હિન્દુત્વના સાગરમાં હું જોડાવવા ભાજપમાં આવ્યો છું. તો પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે દાવો કર્યો કે બે હજારથી વધુ સમર્થકો સાથે તેઓ કેસરિયા કરશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે RSSના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી..જેથી કોંગ્રેસે સુરેશ પટેલને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે કોંગ્રેસે સુરેશ પટેલને મનાવવા અનેક પ્રયાસ કર્યા હતા..જોકે કોંગ્રેસના અનેક પ્રયાસ બાદ પણ સુરેશ પટેલ હવે કેસરિયા કરવા મક્કમ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video