ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને શિક્ષણ વ્યવસ્થા ચાલુ છે : જીતુ વાઘાણી

|

Dec 25, 2021 | 7:28 PM

રાજ્યની શાળાઓમાં કોરોનાના કેસો નોંધાવાના મુદ્દે વાઘાણીએ કહ્યું હતું કે, શાળામાં કોરોનાની SOP લાગુ છે અને તેમાં જરૂર પડશે તો વધુ કડકાઈથી નિયમોની અમલવારી કરવા અંગે નવો પરિપત્ર જાહેર થશે.

ગુજરાતમાં(Gujarat) વિદ્યાર્થીઓના(Student) સ્વાસ્થ્ય માટે સરકાર સતત ચિંતિત હોવાનુ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani) નિવેદન આપ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ ઓનલાઇન(Online)  અને ઓફલાઇન જે શિક્ષણ લેવું હોય તે લઈ શકશે તે બાબતે પણ શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરી હતી.. તેમજ રાજ્યની શાળાઓમાં કોરોનાના કેસો નોંધાવાના મુદ્દે વાઘાણીએ કહ્યું હતું કે, શાળામાં કોરોનાની SOP લાગુ છે અને તેમાં જરૂર પડશે તો વધુ કડકાઈથી નિયમોની અમલવારી કરવા અંગે નવો પરિપત્ર જાહેર થશે.

આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદના સાયન્સ સીટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાને આ પ્રતિક્રિયા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસને લઇને લોકો તો ચિંતામાં છે જ સાથે જ સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. જેને લઈને સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે માહિતી આપતાં મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે કોરોનાને પહોંચી વળવા ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ભાર મુકાઇ રહ્યો છે. એટલું જ નહીં તમામ મહાનગર પાલિકાઓને જ્યાં પણ ક્લસ્ટર કે જૂથ દેખાય તેને માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવા સૂચના આપી છે. અને લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવા કહેવાયું છે.

લોકોને આઇસોલેટ કરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે સરકારી હોસ્પિટલ સાથે એક પ્રાઇવેટ હોસ્પિટલને પણ ડેઝીગનેટ કરવા સૂચના અપાઇ છે. તમામ જિલ્લામાં એક પ્રાઇવેટ હોસ્પિટલને આઈસોલેશન માટે ડેઝીગનેટેડ કરવા સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહીં આઇસોલેશન માટે પણ માળખું ઉભુ કરવાની કવાયત હાથ ધરાઇ છે.

આ પણ વાંચો :  રાજકોટમાં તંત્ર એકશન મોડમાં, કોરોના રસી ના લીધી હોય તેમની સામે ફરિયાદ દાખલ કરાઇ

આ પણ વાંચો :  સાવધાન : અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો, ટેસ્ટ પોઝિટીવીટી દર પણ બમણો થયો

 

Next Video