Botad: ધર્મના નામે ઠગાઈ, બોટાદના કથાકારે ઈન્દોરમાં લાખોની છેતરપીંડી કરી, ઈન્દોર પોલીસે કરી કાર્યવાહી

|

May 21, 2022 | 2:34 PM

બહેનોએ એક વ્યક્તિદીઠ 500 થી 1000 રૂપિયા ઉઘરાવીને કથાકારને આપ્યા હતા. ત્યારબાદ આ મહારાજ રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે ઈન્દોર પોલીસ સ્ટેશનમાં (Indore Police) ફરીયાદ નોંધાઈ છે.

બોટાદના (Botad News) કથાકારે ઈન્દોરમાં ચાર હજાર મહિલાઓ સાથે ઠગાઈ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. કથાકારે કથા દરમિયાન બહેનોને નજીવા દરે યાત્રા કરાવવાનું વચન આપ્યુ હતું અને પૈસા ઉઘરાવ્યા હતા. બહેનોએ પણ એક બહેન દીઠ 500 થી 1000 રૂપિયા ઉઘરાવીને કથાકારને આપ્યા હતા. ત્યારબાદ આ મહારાજ રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે ઈન્દોર પોલીસ સ્ટેશનમાં (Indore Police) ફરીયાદ નોંધાઈ છે અને ધર્મના છેતરપીંડી કરનાર ઠગ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના

અજિત ઉર્ફે પ્રભુજી મહારાજ બળવંત ભાઈ ચૌહાણ નામનો કથાકાર છેલ્લા ઘણા વર્ષોથી ઈન્દોરમાં કથા કરે છે. તે ભાવનગર જિલ્લાના પોટાડા ગામનો રહેવાસી છે. આવી જ એક કથાનું ફેબ્રુઆરી 2021માં ઈન્દોરના સૂર્યદેવ નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન કથાકારે કહ્યું હતું કે, જુન 2021માં તેમની હરીદ્વારામાં કથા યોજાવાની છે. જેમા તેઓ મહિલાઓને હરીદ્વારની યાત્રા કરાવશે. જેમાં 60 વર્ષની ઉપરના ઉંમરના મહીલાઓને 500 રૂપિયામાં અને 60 વર્ષની ઉંમરથી નીચેના મહીલાઓને 1000 રૂપિયામાં હરીદ્વારની યાત્રા કરાવશે. યાત્રાના નામે 40-50 હજાર બહેનોએ આમાં રૂપિયા આપ્યા હતા.

કથાનું આયોજન થાય તે પહેલા કોરોના આવી ગયો અને કથા થઈ શકી ન હતી. જેથી મહીલાઓએ પોતાની રૂપિયા પાછા માંગ્યા હતા પરંતુ કથાકારે રૂપિયા પરત આપવા અંગે આનાકાની કરી હતી. જેથી બહેનોને ઠગાઈ થવાનો અહેસાસ થતા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ થતા ઈન્દોર પોલીસે આરોપીને અમરેલીના લીલીયાથી ઝડપી પાડ્યો છે.

Next Video