BOTAD : સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં 8 દિવસીય શિબિરનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધઘાટન, ગાયક દિલેર મહેંદીએ હાજરી આપી

બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાયક દિલેર મહેંદીએ હાજરી આપી હતી. સ્વામિનારાણ સત્સંગની ૩૦મી શિબિરનો ઉદ્ઘાટન પ્રસંગમાં અમિત શાહે હાજરી આપી. ૧ નવેમ્બર થી ૯ નવેમ્બર સુધી આ શિબિર યોજાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 2:56 PM

બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાયક દિલેર મહેંદીએ હાજરી આપી હતી. સ્વામિનારાણ સત્સંગની ૩૦મી શિબિરનો ઉદ્ઘાટન પ્રસંગમાં અમિત શાહે હાજરી આપી. ૧ નવેમ્બર થી ૯ નવેમ્બર સુધી આ શિબિર યોજાઈ રહી છે. અમિત શાહના હાથે ૩૬ ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજી મૂર્તિનું સ્થાપન કરાયું હતુ.

બોટાદમાં કુંડળ ખાતે આયોજિત સ્વામીનારાયણની શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત ગાયક દિલેર મહેંદી પણ પહોંચ્યા હતા.. જ્યાં તેમણે આ પ્રકારની શિબિરને મહત્વપૂર્ણ ગણાવી હતી.સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા પ્રતિવર્ષ શિબિરનું આયોજન કરવામાં આવે છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ તા.2 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે કરવામાં આવ્યું છે.

36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે. તેમજ 21 ફૂટ ઉંચી નીલકંઠ વર્ણિરાજની મૂર્તિનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.આ ઉદ્ઘાટન પ્રસંગે કુંડળધામ ખાતે અવનવા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું યોજાયા હતા, દેશ-વિદેશના હજારો ભક્તો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે, વિવિધ કાર્યક્રમોની સાથોસાથ ભારતના સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર દીલેર મહેંદી આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે સંગીતના સૂરો રેલાવ્યો હતો. આ આધ્યાત્મિક એવં સામાજીક આયોજનોમાં ધર્મપ્રિય જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આ પણ વાંચો : પાણી-વીજળી-બચાવીએ પર્યાવરણ જાળવીએ તે રાષ્ટ્ર હિત-દેશ સેવા જ છે : CM ભૂપેન્દ્ર પટેલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">