Botad: ગઢડા તાલુકાનાં ઢસા ગામે વિવિધ સ્થળ પર દબાણો દૂર કરાયા, જુઓ Video

|

Jun 07, 2023 | 11:36 PM

બોટાદના ઢસા ગામે દબાણ દૂર કરવા તંત્ર કામે લાગ્યું છે. ગેરકાયદે કબજો કરનાર મિલકતો તોડવામાં આવી હતી. રાજકોટ હાઈવે, ગારીયાધાર રોડ પર કાર્યવાહી હાથ ધરાઇ હતી. દુકાનદારોએ ખડકેલાં બાંધકામો હટાવાયાં હતા.

Botad: ગઢડા તાલુકાના ઢસાગામ ખાતે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીર હાથ ધરવામાં આવી છે. ઢસાના રાજકોટ, ભાવનગર હાઇવે રોડ અને ગઢડા ગારીયાધાર રોડ પર રહેલા દબાણ દૂર કરાયા છે. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન ગઢડાના મામલતદાર, સ્ટેટ, પંચાયત અને નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ધંધામાં નુકસાન જતા દુકાનમાં મૂકાવ્યા CCTV, ચોંકાવનારા થયા ખુલાસા, જુઓ Video

મહત્વનુ છે કે આ કાર્યવાહી કરતાં જ સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દુકાનો આગળનાં સેડ, પતરાં, ઓટલાઓ કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. ગેરકાયદે રીતે ઢસા ગામના દુકાનદારોએ આ દબાણો કર્યા હતા જેને લઈ તંત્રએ કાર્યવાહી કરી હતી. અનેક રીતે દબાણમાં આવતા ઓટલાં શેડ અને પતરા કાઢવામાં આવ્યા હતા.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article