Botad: રાણપુરમા પૂરવઠા વિભાગના ગોડાઉનમાં આગ, અનાજના જથ્થાને ભારે નુકસાન

|

May 17, 2022 | 5:06 PM

આ પહેલા અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં (surya remedies pvt ltd ankleshwar) પણ ભીષણ આગ લાગી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી અંગેની ટીમોના પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બોલાવવામાં આવી હતી.

રાણપુર ગામના (Botad News) પાળીયાદ રોડ પર ગિરનારી આશ્રમ પાછળ આવેલ ગોડાઉનમાં આગ લાગી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. પરંતુ રાણપુરના જીલ્લા અધિકારીઓ સ્થળ પર મોડા પહોંચતા બેદરકારી સામે આવી છે. અધિકારીઓ મોડી પહોચ્યા હતા તેમજ ચાવી પણ ન હોવાથી ફાયર બ્રિગેડ પોતાનું કામ શરૂ કરી શક્યું ન હતુ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. હાલ તો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. પરંતુ આગ 2 કલાકથી લાગી હતી અને અધિકારીઓ અજાણ હતા. તેમજ ગોડાઉન પર કોઈ સિક્યુરિટી કે કોઈ કર્મચારી હાજર ન હતા. જેના કારણે સમયસર પગલા લઈ શકાયા ન હતા. હાલ તપાસ બાદ જ જાણી શકાશે કે કયા કારણોસર આગ લાગી હતી અને ગોડાઉનમાં કુલ કેટલું નુક્સાન થયું છે.

ભરૂચમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા સામે

ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં ભારત રસાયણ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ લાગતા દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

આ પહેલા અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં પણ ભીષણ આગ લાગી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી અંગેની ટીમોના પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બોલાવવામાં આવી હતી.

Next Video