દાહોદમાં નકલી કચેરીના કૌભાંડનો કેસ, આરોપી સંદીપ રાજપૂતની દાહોદ પોલીસ દ્વારા પૂછપરછ
દાહોદના નકલી કચેરીના કૌભાંડીને A ડિવિઝન પોલીસ મથકે લવાયો છે. સંદીપ રાજપૂતની દાહોદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. તો આરોપી સંદીપ રાજપૂતના રિમાન્ડ માટે દાહોદ પોલીસે તજવીજ હાથ ધરી છે. સંદીપ રાજપૂતે નકલી કચેરીના નામેકરોડોનું કૌભાંડ આચર્યું હતું. 100થી વધુ સરકારી કામોના નામે 18.59 કરોડની ગ્રાંટ મેળવી હતી.
આરોપી સંદીપ રાજપૂતે દાહોદમાં અડધો ડઝન બનાવટી સરકારી કચેરી ખોલીને સરકાર સાથે 18.59 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં આરોપી સંદીપ રાજપૂતે દર્શાવેલા સરકારી કચેરીના સરનામા પર TV9 પહોંચ્યું હતું.
આરોપીએ ઝાલોદના નર્મદા નગરમાં સિંચાઇ પ્રોજેક્ટની કચેરી હોવાનું દર્શાવ્યું હતું. TV9 સ્થળ પર પહોંચ્યું ત્યારે અહીં કચેરી નહીં નર્મદાનગર સોસાયટીના મકાનો હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિકોની પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે અહીં પ્રોજેક્ટ કચેરી જેવી કોઇ જ ઓફિસ નથી.
આ પણ વાંચો દાહોદ સમાચાર: નકલી કચેરી કેસમાં સ્ફોટક કબૂલાત, આરોપીએ 2018થી 2023 સુધી અડધો ડઝન નકલી કચેરી કરી ઉભી
ઉલ્લેખનીય છે કે, આરોપી સંદીપ રાજપૂતે કાગળ પર જ સિંચાઇ વિભાગ-2ની કચેરી બનાવી હતી. જેમાં ઝાલોદની કચેરીના નામે કામો પાસ કરાવીને 2.99 કરોડની સરકાર સાથે ઠગાઈ આચરી હતી. તો વડોદરાના ડભોઇ સ્થિત નર્મદા સિંચાઇ નહેર વિભાગ-3ની કચેરી દર્શાવીને 10.62 કરોડ સેરવ્યા હતા. ત્યારે જો આરોપીની ઉંડાણપુર્વક તપાસ કરાય તો અન્ય જિલ્લામાં પણ કૌભાંડની કચેરીઓના પર્દાફાશની શક્યતા છે.