Amreli : ખાંભાના જામકા ગામે ગેરકાયદે દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:52 PM

SOGએ રેડ દરમિયાન એલોપેથીક દવાની બોટલો, ઇન્જેક્શન, સિરપની બોટલો, ટ્યુબ વગેરે મેડિકલને લગતી સામગ્રીના જથ્થા સાથે કુલ રૂ.99,813ના મુદ્દામાલ સાથે બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો.

Amreli : ખાંભાના જામકા ગામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર (Bogus Doctor) ઝડપાયો છે. આ અંગે અમરેલી SOGની ટીમને માહિતી મળતાં તાલુકા હેલ્થ ઓફિસર ફાર્માસિસ્ટને સાથે રાખી રેડ પાડી હતી. ત્યારે જામકા ગામે શિફા હોસ્પિટલ નામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો Amreli : ડાલામથ્થાના ગઢ ગણાતા અમરેલીમાં એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત થવા પાછળના શું છે કારણો-વાંચો

રેડ દરમિયાન SOGએ એલોપેથીક દવાની બોટલો, ઇન્જેક્શન, સિરપની બોટલો, ટ્યુબ વગેરે મેડિકલને લગતી સામગ્રીના જથ્થા સાથે કુલ રૂ.99,813ના મુદ્દામાલ સાથે બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી અસલમ મહમદની વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો