Gujarat Election 2022: ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની હવે ખરી પરીક્ષા, કોંગ્રેસના હિમાંશુ પટેલની ટક્કરમાં નક્કી થશે રાજકીય ભાવી

Gujarat Election 2022: ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની હવે ખરી પરીક્ષા, કોંગ્રેસના હિમાંશુ પટેલની ટક્કરમાં નક્કી થશે રાજકીય ભાવી

| Edited By: | Updated on: Nov 17, 2022 | 2:14 PM

અલ્પેશ ઠાકોરે સંબોધનમાં કહ્યું કે, આ બેઠક પર નાની-મોટી નારાજગી હશે, પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળશેમહત્વનું છે કે, ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસે હિંમાશુ પટેલને ઉતાર્યા છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું. ખુલ્લી જીપમાં સીએમ પટેલ સાથે ભવ્ય રોડ શો યોજ્યો. અલ્પેશે આજે દિવસની શરૂઆત પંચેશ્વર મંદિરમાં દર્શનથી કરી હતી. આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી.. જેમાં તેમણે કહ્યું હતું કે પક્ષમાં નાની-મોટી નારાજગી હશે પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળશે.

 ઘીના ઠામમાં ઘી ઢળશે – અલ્પેશ ઠાકોર

આ દરમિયાન અલ્પેશ ઠાકોરે સંબોધનમાં કહ્યું કે, આ બેઠક પર નાની-મોટી નારાજગી હશે, પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળશે. આ સાથે તેણે કાર્યકરો અને આગેવાનોના સાથ હોવાનો પણ દાવો કર્યો છે. આપને જણાવી દઈએ કે,ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસે હિંમાશુ પટેલને ઉતાર્યા છે.

આપણે લોકોના મન અને ભરોસો જીતવાનો છે : CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર દક્ષિણ બેઠકની સભામાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે લોકોના મન અને ભરોસો જીતવાનો છે. આપણે કોઈને પણ હરાવવા નિકળ્યા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારે સતત વિકાસના કાર્યો કરીને લોકો સુધી સુધી તેના ફળ પહોંચાડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મતદારોને ખાત્રી આપતા કહ્યું કે તમારા દિલની વાત હું સમજી જાઉ અને ઝડપથી વિકાસ કાર્યો પૂર્ણ થાય તેવા પ્રયાસ કરીશ.

Published on: Nov 17, 2022 02:14 PM