Gujarat Election 2022 : Rajkot ની ચારે બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે : વિજય રૂપાણી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂથવાદને લઈ મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી. ગુજરાતમાં ભાજપની જીતનું સારૂ વાતાવરણ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માગણી કરી હતી..

Gujarat Election 2022 : Rajkot ની ચારે બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે : વિજય રૂપાણી
Vijay Rupani
Image Credit source: File Image
| Edited By: | Updated on: Nov 11, 2022 | 11:53 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રાજકોટના ચારેય ઉમેદવારો જંગી મતો સાથે જીતશે. તેમણે જણાવ્યુ કે ચૂંટણીમાં આપનું તળિયુ પણ નહીં રહે. તેમના ચૂંટણી લડવા અંગે રૂપાણીએ જણાવ્યું કે મે સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી અને પક્ષે તેને માન્ય રાખી છે. નવા લોકોને તક મળે અને જનતાને નવા નેતૃત્વનો લાભ મળે આથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હોવાનું રૂપાણીએ જણાવ્યુ હતુ. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે વજુભાઈએ એક મિનિટમાં નરેન્દ્ર મોદી માટે સીટ ખાલી કરી હતી. મેં પળવારમાં મુખ્યમંત્રી પદ છોડ્યુ હતુ. આમ આદમી પાર્ટી પડકારરૂપ છે કે કેમ તેના સવાલમાં રૂપાણીએ જણાવ્યુ કે ગુજરાતની જનતા ભાજપમાં સંપૂર્ણ ભરોસો ધરાવે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ જશે.

ગુજરાત  ઇલેકશન 2022ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂથવાદને લઈ મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી. ગુજરાતમાં ભાજપની જીતનું સારૂ વાતાવરણ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માગણી કરી હતી.. જો કે ટિકિટની વહેંચણી બાદ સૌ કાર્યકરો કમળને વિજયી બનાવવા સક્રિય થયા છે. રાજકોટમાં ઉમેદવારી પત્ર ભરવાના સમયે ટિકિટ માગનારા સૌ કાર્યકરો એકસાથે જ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની ચારે બેઠક પર ભાજપનો વિજય થશે તે નિશ્ચિત છે.

Published On - 11:42 pm, Fri, 11 November 22