આવતીકાલથી ત્રણ દિવસ મળશે ભાજપની સંકલન બેઠક, ઉમેદવારોની પ્રોફાઇલ અંગે કરાશે મંથન

|

Nov 02, 2022 | 2:04 PM

આવતી કાલે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપની (BJP) સંકલનની બેઠક મળવાની છે. આ સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ મોટા ગજ્જાના નેતાઓ હાજર રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તેને લઇને આવતીકાલથી ભાજપની 3 દિવસની સંકલન બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ પર મંથન કરાશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ પણ આ બેઠકમાં હાજરી આપવાની છે. આ બેઠકમાં ઉમેદવારોની પ્રોફાઇલ અંગે મંથન કરવામાં આવશે. આ બેઠકમાં જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જે પછી પસંદ કરેલા નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મુકવામાં આવશે.

પસંદ કરેલા નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે

આવતી કાલે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપની સંકલનની બેઠક મળવાની છે. આ સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ મોટા ગજ્જાના નેતાઓ હાજર રહેશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા. તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે. સંકલનની બેઠક બાદ પસંદ કરેલા નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રાખવામાં આવશે.

ત્રણ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલી

ભાજપની ચૂંટણી માટે ત્રણ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલી હતી. દાવેદારીના ઉમેદવારના નામોની પસંદગીની પ્રક્રિયા પર નજર કરીએ તો દરેક જિલ્લામાં નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા બાદ યાદી સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવશે. મળેલા દાવેદારીની યાદી નિરીક્ષકો દ્વારા જ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. 3થી 5 નામ સંકલન સમિતિમાં રજૂ કરવામાં આવશે. પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડ ત્યાર બાદ 3 નામ પસંદ કરશે. ત્યારબાદ પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડ પસંદ કરેલા નામોને કેન્દ્રીય પાર્લમેન્ટરી બોર્ડને મોકલાશે.

Next Video