TV9ના સત્તા સંમેલનમાં ભાજપના સાંસદ પૂનમ માડમે કહ્યુ- ગુજરાતના નાગરિકો તેમનું મતરૂપી રોકાણ ભાજપમાં જ કરશે

|

Oct 01, 2022 | 7:03 PM

TV9ના સત્તા સંમેલનના મંચ પર ભાજપના સાંસદ પૂનમ માડમ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક એક મંચ પર જોવા મળ્યા હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધશે, ત્રીજો પક્ષ ગુજરાતમાં સફળ થશે કે તેના પર જાણો બંને સાંસદોનો મત.

રાજ્યમાં હાલ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)નો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીને આડે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુછે. જેમા તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન TV9ના મંચ પર સત્તાધારી ભાજપના સાંસદ પૂનમ માડમ (Poonam Madam) અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress)ના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકે આગામી ચૂંટણી અંગે તેમનુ મંતવ્યુ આપ્યુ હતુ. ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલશે કે કેમ તેના પર ભાજપના સાંસદ પૂનમ માડમે જણાવ્યુ કે ગુજરાતના નાગરિકો ઘણા જાગૃત છે. જે ગુજરાત માટે સારુ હશે એ જ નિર્ણય નાગરિકો લેશે. જેમા ભાજપ પાસે ઘણા પ્લસ પોઈન્ટ્સ છે. આ પ્લસ પોઈન્ટ્સ સાથે જ ભાજપ લોકો વચ્ચે જશે. લોકોએ અત્યાર સુધી જે નિર્ણય લીધો છે એના માધ્યમથી કહી શકીએ ગુજરાતમાં કોઈ ત્રીજો મોરચો ફાવશે નહીં.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે ગુજરાતમાં જોરશોરથી પ્રચારમાં ઉતરેલી આમ આદમી પાર્ટી વિશે વાત કરતા જણાવ્યુ કે જે પાર્ટી ગુજરાતમાં આવી છે એ એમના બીજા રાજ્યમાં જે કંઈ કર્યુ છે તેના આધારે અહીં આવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે એ પાર્ટી બીજા નંબરની પાર્ટી રહેશે કે ત્રીજા નંબરે તે જનતા નક્કી કરશે. અમી યાજ્ઞિકે વધુમાં જણાવ્યુ કે જનતા જાણે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં શું પરિસ્થિતિ છે. તેમણે ઉમેર્યુ કોંગ્રેસ હંમેશા જનતાની લડાઈ લડતી આવી છે. સોશિયલ ઈન્ડીકેટર્સ પર બોલતા તેમણે જણાવ્યુ કે

આમ આદમી પાર્ટીથી ખાસ કોઈ ફર્ક પડશે ખરા તેના જવાબમાં ભાજપના સાંસદ પૂનમ માડમે જણાવ્યુ કે જ્યાં સુધી ગુજરાતની વાત છે દર ચૂંટણી વખતે આ પ્રકારની ત્રીજા મોરચાની ચર્ચા થાય છે. દર વખતે એવુ લાગે કે ત્રીજો પક્ષ ઉભો થયો છે જે ઘણો મજબૂત છે. આવુ દર વખતે જોવા મળે છે. પરંતુ ગુજરાતની જનતા ખરા સોનામાં જ વોટના માધ્યમથી પોતાનુ ઈન્વેસ્ટમેન્ટ કરે છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી પર મતના માધ્યમથી ગુજરાતના નાગરિકો ઈન્વેસ્ટ કરશે.

Next Video