બિસ્માર રસ્તાની બૂમો વચ્ચે ભાજપના ધારાસભ્યનું નિવેદન : રોડ બનાવવા પૈસા છે પણ જગ્યા નથી!!!

|

Sep 08, 2022 | 10:04 AM

આમ આદમી પાર્ટીએ ભરૂચના ધારાસભ્યના તસ્વીર સાથેના બેનર લઈ પટેલના ઘરથી 500 મીટર દૂર કસક સર્કલ ખાતે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.

એક તરફ બિસ્માર રસ્તાને લઈ ઉહાપોહ મચ્યો છે તો બીજી તરફ ભરૂચ(Bharuch)ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તેમની પાસે પોતાના કાર્યક્ષેત્રમાં રોડ માટે મળેલી ગ્રાન્ટના રૂપિયા ક્યાં વાપરવા તે મૂંઝવણ ઉભી થઇ હોવાનું નિવેદન કર્યું છે. ભરૂચ જિલ્લામાં એટલો વિકાસ થયો છે કે મને સરકારે રસ્તા માટે રૂપિયા 10 કરોડ ફાળવ્યા છે પણ મારે 5 કરોડ પણ વપરાય એટલા રસ્તા નથી. આ નિવેદનનો ભરૂચના ધારાસભ્ય અને વિધાન સભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. નોન પ્લાન રસ્તાની વાત હતી પણ ખરાબ રસ્તાથી કંટાળેલા લોકોએ આ નિવેદન માટે દુષ્યંત પટેલ સોશ્યલ મીડિયા ઉપર ટ્રોલ કર્યા હતા. આમ આદમી પાર્ટીએ દુષ્યંત પટેલના ઘરથી 500 મીટરના અંતરે બિસમાર રસ્તા અંગે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

ધારાસભ્ય દુષ્યંત પટેલનો જવાબ

ભરૂચ(Bharuch)ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલે મામલે સ્પષ્ટતા કરી છે કે તેમણે ઉલ્લેખ નોન પ્લાન રોડની ગ્રાન્ટનો કર્યો હતો. આ વિડીયો અધૂરો વાઇરલ કરી વિવાદિત બનાવવાનો પ્રયાસ કરાયો છે.

વિકાસના ગુણગાન દરમ્યાન નિવેદન અપાયું હતું

ભરૂચ માં રવિવારે કોંગ્રેસીઓને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે નિવેદન આપ્યું હતું કે મને રસ્તા માટે સરકારે રૂપિયા 10 કરોડ ફાળવ્યા છે. નોન પ્લાન રસ્તાની વાત હતી પણ તેઓએ કહેલું કે 5 કરોડ પણ ક્યાં વાપરવા તે સવાલ છે એટલો વિકાસ થયો છે.

ધારાસભ્યના આ નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ લોકો અને અન્ય રાજકીય પક્ષો દ્વારા ભરૂચના ધારાસભ્ય ટ્રોલ થઈ રહ્યા છે. ભરૂચમાં રસ્તા ખરાબહોવા છતાં નિવેદન માટે આમ આદમીએ ભરૂચ શહેરના કસક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. દુષ્યંત પટેલના તસ્વીરવાળા બેનર આગળ લાઉડ સ્પીકર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીએ બિસ્માર રસ્તા બતાવવાનો કાર્યક્રમ યોજ્યો

આમ આદમી પાર્ટીએ ભરૂચના ધારાસભ્યના તસ્વીર સાથેના બેનર લઈ પટેલના ઘરથી 500 મીટર દૂર કસક સર્કલ ખાતે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું હતું કે શુ યશસ્વી, લોકલાડીલા પ્રજાવત્સલ કહેવાતા ધારાસભ્યને ભરૂચના બિસ્માર રસ્તા દેખાતા જ નથી!!! દહેજ બાયપાસ રોડ ઉપર રસ્તાની સમસ્યાના કારણે અકસ્માતમાં એક 5 વર્ષની બાળકીનું મોત થયું હતું તો આજે પણ દહેજ રોડ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકને બસે અડફેટમાં લીધી હતી.

Published On - 1:14 pm, Wed, 7 September 22

Next Video