Ahmedabad: ઊંઝાના ધારાસભ્ય (Unjha MLA) આશા પટેલની (Asha Patel) સ્થિતિ નાજૂક છે. તો તેઓ આજે ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર છે. જણાવી દઈએ કે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આશા પટેલની સારવાર ચાલી રહી છે. ગઈકાલે CM, બ્રિજેશ મેરજા, સહિત અનેક નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ઝાયડસ હોસ્પિટલે આશા પટેલ બાબતે ચર્ચાતી અટકળોને નકારી કાઢી છે.
અહેવાલો અનુસાર ડેન્ગ્યુથી આશાબેનને મલ્ટી ઓર્ગન ફેલીયોર થયું છે. જેમાં આશાબેનના હાર્ટ, ફેફસા કિડની લીવર તેમજ કિડનીને વધુ અસર થઇ છે. જેમાં ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા છે. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું હતું.
આ ઉપરાંત આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા છે.આવા સંજોગોમાં રિકવરીના ચાન્સ બહુ ઓછાં હોય છે. જ્યારે હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો થઇ રહ્યા છે.હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું હોવાના પણ અહેવાલ આવ્યા હતા.
જણાવી દઈએ કે ગઈકાલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા ઝાયડ્સ હોસ્પિટલમાં પહોંચ્યાં હતા.આ દરમિયાન રૂપાણીએ કહ્યું કે આશા પટેલની હાલત નાજુક છે. ડોકટરની ટીમ દ્વારા આશા પટેલને સાજા કરવાના તમામ પ્રયાસ ચાલું છે. તો આશાબેન જલદીથી સાજા થઈ જાય તેવી નીતિન પટેલે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: Urea Fertilizer Shortage : રાજસ્થાનમાં DAP બાદ હવે યુરિયાનું સંકટ, જાણો માંગ-પુરવઠામાં શું તફાવત છે ?