PMના જન્મદિવસે મોકલાશે રાખડી, મહિલા મોરચાની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કર્યા 73 હજાર રક્ષાસૂત્ર

| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:12 AM

રાજ્યના તમામ જિલ્લા અને મંડલ વિસ્તારની મહિલા કાર્યકરો દ્વારા જાતે જ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જે રાખડીઓને ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે મોકલવામાં આવી છે. કમલમ દ્વારા હવે રાખડીઓને જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાનને મોકલવામાં આવનાર છે.

ગુજરાત રાજ્ય ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાતે બનાવેલી રાખડી મોકલવામાં આવનાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ માટે વિકાસ અને દેશના હિતો કાર્યો કરતા રહે એવી પ્રાર્થના ભાજપની મહિલાઓ દ્વારા રાખડી મોકલવા સાથે કરી છે. રાજ્યના તમામ જિલ્લા અને મંડલ વિસ્તારની મહિલા કાર્યકરો દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જે રાખડીઓને ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે મોકલવામાં આવી છે. મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આમ ખાસ ભેટરુપે રાખડી તૈયાર કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવાએ મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, પ્રદેશમાંથી દિલ્હી ખાતે 73 હજાર જેટલી રાખડી-રક્ષાસૂત્ર મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યમાંથી 73 હજાર રાખડીઓ મહિલા કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે તૈયાર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને રાખડી બાંધીને રક્ષા સપ્તાહની શરુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં વિધર્મી યુવક ગેસ્ટ હાઉસમાં યુવતી લઈ પહોંચતા હિન્દુ સંગઠન કાર્યકરોનો હોબાળો, જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2023 09:43 PM