બોટાદમાં ફરી ખાખીની કામગીરી પર ઉઠ્યા સવાલો, ભાજપના પ્રમુખે પત્ર લખીને લગાવ્યા ગંભીર આરોપ

|

Aug 30, 2022 | 1:46 PM

ભાજપ નેતાએ માગ કરી છે કે પોલીસ સરકારી ચોપડે સાચી રકમ દર્શાવે અથવા તો જુગારીઓને તેમની મૂળ રકમ પરત કરે.જો આમ નહીં કરાય તો ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરાશે.

બોટાદમાં ફરી ખાખીની કામગીરી પર ઉઠ્યા સવાલો, ભાજપના પ્રમુખે પત્ર લખીને લગાવ્યા ગંભીર આરોપ
Botad LCB Raid

Follow us on

ફરી એકવાર બોટાદમાં (Botad)  ખાખી સામે આંગળી ઉઠી છે.બોટાદ તાલુકા યુવા ભાજપ પ્રમુખે લોકલ ક્રાઇમ બ્રાંચની (Crime Branch) કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યો છે, તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરત માથોળીયાનો આરોપ છે કે,જુગાર પર પાડેલા દરોડામાં LCBએ હકિકત છુપાવી છે અને પોલીસ ચોપડે ઓછી રોકડ દર્શાવી છે.મહત્વપૂર્ણ છે કે પોલીસે 25 ઓગસ્ટના રોજ સરવઇ ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડા પાડ્યા (LCB Raid)  હતા અને 8 આરોપીઓની ધરપકડ દર્શાવી 1.36 લાખની રોકડ જપ્ત કરી હતી.ભાજપ નેતાનો (BJP Leaders) આરોપ છે કે LCBએ લાખોની રોકડ જપ્ત કરી હતી,પરંતુ સરકારી ચોપડે માત્ર 1.36 લાખની રોકડ જ બતાવી છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યુ નિવેદન

ભાજપ નેતાએ માગ કરી છે કે પોલીસ સરકારી ચોપડે સાચી રકમ દર્શાવે અથવા તો જુગારીઓને તેમની મૂળ રકમ પરત કરે.જો આમ નહીં કરાય તો ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરાશે.તો આ મુદ્દે જ્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghavi) પુછવામાં આવ્યું તો,તેઓએ યોગ્ય તપાસ અને હકિકત જાણ્યા બાદ પોતાનો પક્ષ રજુ કરવાની વાત કરી.આમ ફરી એકવાર ખાખીની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યો છે અને પોલીસ પર ભ્રષ્ટાચારનો (Corruption) આરોપ લાગ્યો છે,ત્યારે જોવાનું એ રહે છે કે હવે આ કેસ ક્યાં જઇને અટકે છે.

Next Article