ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર માટે કાર્યકરોને મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાજપે પોતાના પ્રચારની કમાન સ્ટાર પ્રચારકોને સોપી છે. સુરતમાં ચૂંટણી પ્રચારમાં બુલડોઝરની એન્ટ્રી થઇ છે. સુરતમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા છે. એવામાં સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરો ‘બુલડોઝર બાબા’ યોગી આદિત્યનાથના આગમનની તૈયારીમાં ઉતર્યા છે. બુલડોઝર બાબાના નામથી જાણીતા યોગી આદિત્યનાથની રેલીમાં આમંત્રિત કરવા માટે સુરતના કાર્યકરોએ બુલડોઝરમાં બેસી રેલી કાઢી હતી.
ગુજરાત ઈલેક્શન 2022 :ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. આજથી ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ સહિત યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા ગજવશે.
Published On - 8:25 am, Fri, 18 November 22