Gujarat Election 2022: ઉમેદવાર જે.વી. કાકડીયાએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો, સભા અધુરી છોડીને નીકળી જવુ પડ્યુ

|

Nov 26, 2022 | 9:56 AM

Gujarat assembly election: મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ રોષના કારણે ઘણીવાર નેતાઓએ સભાઓ પણ અધુરી છોડવી પડે તેવી ઘટનાઓ સામે આવી છે.

ગુજરાતની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં ઠેર ઠેર ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અમરેલીના કાગદડી અને ખાંભાના દાઢીયાળી ગામમાં ધારી બેઠકના ઉમેદવાર જે.વી. કાકડીયાનો વિરોધ થતાં તેઓ સભા અધુરી છોડીને નીકળી ગયા. બીજી તરફ જામનગરના કાલાવડમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસના કોર્પોરેટર સદામ બારાડી અને લઘુમતિ સમાજના 500 કાર્યકરો ભાજપમાં જોડાયા. તો બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરાયા. તો પાટણના સિદ્ધપુરમાં પણ ભાજપના 5 નેતાઓને કોંગ્રેસનો પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.

Next Video