SURAT : ભાજપ પ્રદેશ પ્રમુખે પીએમ મોદીના ફોટોવાળી પતંગોનું વિતરણ કર્યું, બજારોમાં પતંગ ખરીદી માટે ભીડ

|

Jan 13, 2022 | 11:33 PM

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની રસીકરણની સફળ કામગીરીના લીધે ત્રીજી લહેરમાં પ્રમાણમાં ઓછું સંક્રમણ ફેલાયું છે. તેમજ તેમણે કોરોના SOPના પાલન સાથે તહેવારની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ  (BJP state president )સી.આર.પાટીલે (C.R.Patil)મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવતા (PM MODI) વડાપ્રધાન મોદીના ફોટોવાળી પતંગોનું (KITE) વિતરણ કર્યું હતું. મુફ્ત ટીકાકરણ, આઝાદી કા અમૃત મહોત્સન જેવી વિવિધ થીમવાળી પતંગોનું વિતરણ કરાયું હતું. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની રસીકરણની સફળ કામગીરીના લીધે ત્રીજી લહેરમાં પ્રમાણમાં ઓછું સંક્રમણ ફેલાયું છે. તેમજ તેમણે કોરોના SOPના પાલન સાથે તહેવારની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.

બજારોમાં ભીડ, કોરોનાના નિયમોનું ઉલ્લંઘન

બીજી તરફ સુરતના પતંગબજારમાં કોરોનાના નિયમો ભુલાયા હતા. લોકોએ ગાઈડલાઈનને ભૂલીને પતંગ દોરા ખરીદવા ભારે ભીડ લગાવી હતી. સુરત શહેરના સૌથી જુના ડબઘર વાડમાં પતંગ ખરીદીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવવધારા છતાં પતંગ ખરીદી પર નહિવત અસર જોવા મળી હતી. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે આવી રહેલ ઉત્તરાયણ પર્વ પર આ ભીડ ભારે ન પડી જાય.

અમદાવાદમાં ઉત્તરાયણની ખરીદીનો છેલ્લો દિવસ હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી. રાત્રી કરફ્યુના ઉડ્યા ધજાગરા ઉડાવતા લોકો જોવા મળ્યા. રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી છે રાત્રી કર્ફ્યૂ. રાત્રી કર્ફ્યૂ છતાં બજારો શરૂ જોવા મળ્યા. સૈજપુર બજાર ખાતે 10 વાગ્યા બાદ પણ બજાર શરૂ. સૈજપુર બજારમાં પોલીસ ચોકી હોવા છતાં 10 વાગ્યા બાદ બજાર શરૂ દેખાયું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા : કોરોના મહામારીને પગલે અંબાજી મંદીર 15થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે

આ પણ વાંચો : ભાવનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની કાર્યકરો સાથે બેઠક, સ્વાગતના ઉત્સાહમાં ભૂલાયા નિયમો

Next Video