Gujarat Video: વાવાઝોડાથી 94 લોકોને રાજ્યમાં ઈજા પહોંચી, એક પણ મોત નહીં-રાહત કમિશ્નર આલોક પાંડે
Biparjoy Cyclone: રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં અનેક સ્થળો પર ભારે વરસાદ વરસ્યો હતો અને પવન રહ્યો હતો. આ દરમિયાન 94 લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે.
બિપરજોય વાવાઝોડા ને લઈ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાને લઈ વીજ પોલ ધરાશાયી થયા હતા. જ્યારે કેટલાક પાવર સ્ટેશનને પણ અસર પહોંચી હતી. રાજ્યમાં 94 લોકોને વાવાઝોડાની અસરને લઈ ઈજા પહોંચી હતી.
રાહત કમિશ્નર આલોક પાંડે એ મીડિયાને માહિતી આપતા બતાવ્યુ હતુ કે, વાવાઝોડા દરમિયાન 94 લોકોને ઈજાઓ પહોંચી હોવાને અહેવાલ છે. રાજ્યમાં એક પણ મોત નહીં હોવાનુ રાહત કમિશ્નરે બતાવ્યુ હતુ. કેટલાક રસ્તાઓ બ્લોક થયા હતા અને પાવર સ્ટેશનને અસર પહોંચી હોવાનુ પણ બતાવ્યુ હતુ.
આ પણ વાંચોઃ Shahid Afridi: અમદાવાદમાં રમવાને લઈ પાકિસ્તાનની બહાના બાજી સામે શાહિદ આફ્રિદીએ PCB ને લઈ નાંખ્યુ, કહ્યુ-ભૂત છે ત્યાં?
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jun 16, 2023 09:28 PM