Gujarati Video : બનાસકાંઠા વખા ગામમાં ગૌચરની જમીનમાં મળ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો, ગ્રામજનોમાં રોષ

|

Apr 12, 2023 | 2:28 PM

બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં વખા ગામમાં આવેલી વખાની જમીનની અંદર બાયો મેડિકલ વેસ્ટ ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો છે. આ બાયોમેડિકલ વેસ્ટ ખાનગી હોસ્પિટલનો છે કે સરકારી હોસ્પિટલનો એ એક તપાસનો વિષય છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામ નજીકથી બાયો મેડિકલ વેસ્ટનો ઢગલો મળી આવ્યો છે. ગૌચરની જમીનમાં કોઈ બાયો મેડિકલ વેસ્ટ ફેંકીને જતું રહેતા સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાયું છે.  આ મેડિકલ વેસ્ટ સરકારી હોસ્પિટલનો છે કે ખાનગી હોસ્પિટલનો તે હવે તપાસનો વિષય છે.

આ પણ વાંચો-અમૂલ દૂધ પછી કર્ણાટકમાં ઉઠ્યો ગુજરાતના મરચાનો મુદ્દો, જાણો ‘પુષ્પ’ મરચા પર કેમ રાજનીતિ થઇ રહી છે તેજ

સામાન્ય રીતે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી જે તે હોસ્પિટલની હોય છે. પરંતુ તેઓ નિષ્કાળજી રાખીને એક્સપાયરી ડેટવાળી દવાઓ અને વપરાશ થઈ ચૂકેલા ઈન્જેક્શન સહિતનો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જ ખડકીને હાથ ખંખેરી લે છે.

બનાસકાંઠાના દિયોદરમાં વખા ગામમાં આવેલી વખાની જમીનની અંદર બાયો મેડિકલ વેસ્ટ ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો છે. આ બાયોમેડિકલ વેસ્ટ ખાનગી હોસ્પિટલનો છે કે સરકારી હોસ્પિટલનો એ એક તપાસનો વિષય છે. જો કે ગ્રામજનોનું કહેવુ છે કે આ બાયો મેડિકલ વેસ્ટને કારણે તેમને પોતાને, તેમના પરિવારને અને પશુઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોય તેવુ દેખાય છે. કોઇ પશુના મોમાં જવાથી તેનું મોત થવાની પણ સંભાવના છે. જેના કારણે આવુ કૃત્ય કરનારા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(વિથ ઇનપુટ-દિનેશ ઠાકોર,બનાસકાંઠા)

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Video