Rajkot : મારવાડી કોલેજમાંથી મળેલા ગાંજાને લઇને મોટો ખુલાસો, FSL રિપોર્ટમાં મળેલા છોડ ગાંજાના જ નીકળ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 31, 2023 | 10:02 AM

મારવાડી કોલેજમાંથી સાડા ત્રણ મહિના પહેલા મળી આવેલા ગાંજાના છોડ મામલે હવે FSLના રિપોર્ટમાં આ છોડ ગાંજાના જ હોવાનો ખુલાસો થયો છે.

Rajkot : મારવાડી કોલેજમાંથી (Marwari college) સાડા ત્રણ મહિના પહેલા કોલેજ પરીસરમાંથી કથિત ગાંજાના છોડ મળી આવ્યા હતા. મારવાડી કોલેજના સી-વીંગ બીલ્ડિંગ પાસેથી આ છોડ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે હવે FSLના રિપોર્ટમાં આ છોડ ગાંજાના હોવાનો ખુલાસો થયો છે. જેને લઈને NDPS એક્ટ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો Rajkot : દારૂ પીધેલી હાલતમાં PSIએ સર્જ્યો અકસ્માત, યુનિવર્સિટી પોલીસે કરી અટકાયત, જુઓ Video

સાડા ત્રણ મહિના પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કથિત ગાંજાના છોડ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા સ્થળ પર જ આ છોડનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ત્યારે આ છોડના પરીક્ષણનું પરીણામ નેગેટીવ આવ્યુ હતું. જે બાદ આ છોડને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. જે છોડને લઈને હવે FSLના રિપોર્ટમાં આ છોડ ગાંજોના હોવાનો ખુલાસો થયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો