કોંગ્રેસનો આમ આદમી પાર્ટી પર મોટો આક્ષેપ, આપ નેતાઓ પંજાબના નાણાં ગુજરાતમા વાપરી રહ્યા છે

|

Nov 05, 2022 | 9:52 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે રાજકારણ ગરમાયું છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી છોડ્યા બાદ કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર હુમલા તેજ કર્યા છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આમ આદમી પાર્ટી પર મોટો આક્ષેપ મૂક્યો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે આપ નેતાએ પંજાબના નાણાં ગુજરાતમાં વાપરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે રાજકારણ ગરમાયું છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી છોડ્યા બાદ કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર હુમલા તેજ કર્યા છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આમ આદમી પાર્ટી પર મોટો આક્ષેપ મૂક્યો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે આપ નેતાએ પંજાબના નાણાં ગુજરાતમાં વાપરી રહ્યા છે. જેમાં 1 ઑક્ટોબર ના રોજ પ્લેનના રૂપિયા લઇને આવે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન નાણાં લઇને આવે છે. તેમજ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આપ પાસે આટલા બધા નાણાં કયાથી આવે છે

જ્યારે આ દરમ્યાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂને CMના ઉમેદવાર બનવું હતું. આ પણ ઇસુદાનનું નામ જાહેર થતાં આમ આદમી પાર્ટી છોડી દીધી છે. આ દાવો કર્યો કે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે. રાજકોટની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ લગાવેલા આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ઇન્દ્રનીલ ખોટી વાતો કરી રહ્યાં છે. જો તેમને આમ આદમી પાર્ટીથી વાંધો હતો તો કેમ જોડાયા હતા..સાથે જ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર થતાં ઇન્દ્રનીલે AAP છોડી દીધી.

Next Video