Kutch : ભુજ પાલિકા કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ, 20થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત

|

Sep 20, 2022 | 7:09 AM

કોંગ્રેસ કાર્યકર્તાઓએ (Congress Worker) પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર ડ્રેનેજનું દૂષિત પાણી ઢોળી વિરોધ નોંધાવ્યો હતો.

ભુજમાં ડ્રેનેજની સમસ્યાને લઇને કોંગ્રેસનો (Congress) હલ્લાબોલ સામે આવ્યો છે. મહત્વનું છે કે, ભુજ શહેરના (Bhuj City) અનેક વોર્ડમાં ડ્રેનેજની સમસ્યાથી  છે. અનેકવાર રજૂઆત છતાં કોઇ નિરાકરણ નહીં આવતા જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. તો બીજી તરફ ડ્રેનેજની સમસ્યાને લઇને કોંગ્રેસે ભુજ પાલિકા કચેરી માથે લીધી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ (Congress Worker) પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર ડ્રેનેજનું (Dranage) દૂષિત પાણી ઢોળી વિરોધ નોંધાવ્યો હતો.આ સાથે ભુજ પાલિકા કચેરીની તાળાબંધીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ ઉગ્ર થતા પોલીસે (Bhuj Police) નગરસેવક સહિત 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

મોંઘવારી મુદ્દે ગાંધીધામમાં કોંગ્રેસ આકરાપાણીએ

AICC ના આદેશ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બેરોજગારી (Unemployment) અને મોંઘવારી સહિતના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ગાંધીધામમાં પણ તેની અસર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, બંધને પગલે ગાંધીધામ (Gandhidham)  કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓએ બંધમાં સહકાર આપ્યો હોવાનો દાવો કર્યો હતો.

Next Video