Bhavnagar : પુસ્તક વિના કેવી રીતે ભણશે ગુજરાત ! ભાવનગર જિલ્લામાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો હજુ વિદ્યાર્થીઓને અપાયા જ નથી, જુઓ Video

|

Aug 11, 2023 | 5:40 PM

એક તરફ એકમ કસોટી નોટબૂક ન હોવાના કારણે વિદ્યાર્થીઓ રફબૂક કે છૂટક પેજમાં કસોટીના ઉત્તર લખવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ પુસ્તક મુદ્દે રાજકારણ ગરમાયું છે.

Bhavnagar : ભાવનગર જિલ્લામાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો (Books) અપાયા જ નથી. શાળા શરૂ થયાને બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ તંત્ર દ્વારા એકમ કસોટી અને અન્ય સ્વાધ્યાયપોથીઓ આપવામાં આવી નથી. એટલું જ નહીં પહેલા અને બીજા ધોરણની ચિત્રપોથી તેમજ લેખનપોથી પણ તમામ બાળકોની મળી નથી. આ તમામ પુસ્તકો વિદ્યાર્થીઓને શાળા શરૂ થાય ત્યારે જ મળી જવા જોઈએ, પરંતુ હજુ સુધી પુસ્તકો ન મળતાં શિક્ષકો પણ પરેશાન છે.

આ પણ વાંચો Gujarati Video: ભાવનગરમાં અકવાડા તળાવ બ્યુટીફિકેશન ફેઝ 2 કામમાં ગેરરીતિ, ડી.એસ.પટેલ એજન્સીને કોર્પોરેશને ફટકારી નોટીસ

એક તરફ એકમ કસોટી નોટબૂક ન હોવાના કારણે વિદ્યાર્થીઓ રફબૂક કે છૂટક પેજમાં કસોટીના ઉત્તર લખવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ પુસ્તક મુદ્દે રાજકારણ ગરમાયું છે. શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ભાવનગર શિક્ષણ સમિતિના ચેરમેને પણ પુસ્તકો ન આવ્યાનું સ્વીકાર્યું છે. તો સાથે એવો દાવો પણ કર્યો છે કે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જશે. મહત્વનું છે કે સરકારી શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓ પાસે સારા પરિણામની આશા રાખતું હોય છે, પરંતુ જો સમયસર પુસ્તકો જ ન પહોંચતા હોય તો બાળકો કેવી રીતે ભણી શકે અને કેવી રીતે સારું પરિણામ લાવી શકે તે લોકોના મનમાં મોટો સવાલ છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video