Bhavnagar: પ્રિ-મોન્સૂન કામને લઈને વિવાદ, કાગળ પર જ કામગીરી થતી હોવાનો આક્ષેપ

|

May 13, 2022 | 2:45 PM

ભાવનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરાયાનો (Corruption alleged) વધુ એક એકવાર વિપક્ષે આક્ષેપ કર્યો છે. ચોમાસા પૂર્વે થતી પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ ડ્રેનેજ વિભાગમાં કાગળ પર કામગીરી થતી હોવાનું વિપક્ષે જણાવ્યું છે.

Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકામાં (Bhavnagar Municipal Corporation) ભ્રષ્ટાચાર આચરાયાનો (Corruption alleged) વધુ એક એકવાર વિપક્ષે આક્ષેપ કર્યો છે. ચોમાસા પૂર્વે થતી પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ ડ્રેનેજ વિભાગમાં કાગળ પર કામગીરી થતી હોવાનું વિપક્ષે જણાવ્યું છે. લાખો રૂપિયા માત્ર કાગળ પર જ ઉધારવામાં આવતા હોવાની ચર્ચા છે. ત્યારે અધિકારીઓ સ્થળ પર જઈ કામગીરી પર દેખરેખ રાખવાને બદલે ઓફિસમાં બેસી પ્રિ-મોન્સૂનના નામે ગોટાળા કરતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. ભાવનગરમાં દર વર્ષે ચોમાસા પૂર્વે સફાઈના નામે મોટી રકમ ખર્ચાય છે. આમ છતાં દર ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.

ભાવનગરમાં ચોમાસા પૂર્વે નદી-નાળાની સફાઈ માટે અડધો કરોડ ચુકવવામાં આવે છે. જેસીબી કે ટ્રેક્ટર કાગળ પર દર્શાવાય તે સ્થળ પર હોતું નથી. ભાવનગરની પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ અને યોગ્ય કામ ન થથું હોવાને લઈ વિપક્ષે ચિંતા વ્યક્ત કરી છે. તો અધિકારીઓએ કહ્યું કે, કલાકો પર કામ માટે જેસીબી રખાય છે અને તેનું સ્થળ પર કામના આધારે જ ચુકવણું થાય છે. આખી કામગીરીમાં કોઈ જ ભ્રષ્ટાચાર થતો નથી.

મહુવા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાળ પર

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના મજૂરોએ ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ઓછી મજૂરી મળતી હોવાની ફરિયાદ સાથે મજૂરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. જેના પગલે દુરદુરથી સફેદ ડુંગળીનો માલ લઇને આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અને ડુંગળી ભરેલા વાહનો જૈસે થે સ્થિતિમાં પડી રહ્યા છે. મજૂરોના અભાવે ડુંગળીની હરાજી બંધ કરી દેવાતા ખેડૂતોને નુકસાન જવાની ભીતી છે. તો સ્થિતિ વધુ કફોડી ન બને તે માટે બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો શરૂ થયા છે.

Published On - 2:45 pm, Fri, 13 May 22

Next Video