ભરૂચ : પહેલા પૂર અને હવે માવઠાએ ખેડૂતોને પડતાં પર પાટુ માર્યું, જુઓ ખેતીમાં નુકસાનના આકાશી દ્રશ્યો

| Updated on: Nov 29, 2023 | 11:42 AM

ભરૂચ : તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે લગ્ન પ્રસંગના આયોજક અને ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ખેંચી હતી. લગ્ન પ્રસંગના મોટા આયોજન વરસાદના કારણે ટૂંકાણમાં આટોપી લેવાયા હતા તો ખેતીમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં નુકસાનના ડ્રોન વિઝ્યુલ સામે આવ્યા છે.

ભડકોદ્રા ગામના ખેડૂત અગ્રણી મનહર પટેલે ખેતરોમાં માવઠાથી થયેલા નુકસાનના ડ્રોન વિઝ્યુલ જાહેર કર્યા છે. ખેડૂત અનુસાર કમોસમી વરસાદ બાદ ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ખેતરમા નુકસાન દયનિય દ્રશ્યો સામે આવ્યા છે.

પોનકની વાનીના તૈયાર પાકને નુકસાન થયું છે. લણણી સમયે વરસાદથી ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જુવાર , કપાસ અને તુવેરના ખેડૂતોએ પણ ભારે નુકસાન સહન કર્યું હોવાનું ખેડૂત અગ્રણી ભરત પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: નર્મદા વિડીયો : ચૈતર વસાવાને આગામી લોકસભા ચૂંટણી લડતા અટકાવવા ભાજપ સરકારે ખોટા કેસ કર્યા છે : વર્ષા વસાવા

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 29, 2023 11:38 AM