ભરૂચ વીડિયો : અંકલેશ્વરમાં પરીક્ષામાં હિજાબ કઢાવવાનો મામલો : સાંભળો શું કહ્યું શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે

|

Mar 15, 2024 | 8:19 AM

ભરૂચ : બોર્સની પરીક્ષા દરમિયાન પરીક્ષાએ ખંડમાં વિદ્યાર્થીની પાસે હિજાબ કઢાવવાના મામલામાં વિવાદ સર્જાયો છે. વાલીઓ આ પગલાંને ગેરવર્તણૂક ગણાવી રહ્યા છે તો શિક્ષણમંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરીક્ષામાં ગેરરીતિ રોકવા સહિતના પ્રયાસ દરમિયાન આ પગલું ભરાયું હોવાનું જણાવી શાળાનો બચાવ કર્યો હતો. 

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે શાળાનો બચાવ કરતા કહ્યું હતું કે શાળામાં ગેરરીતિ ન થાય અને કોઈ અન્ય વ્યક્તિ પરીક્ષાખંડમાં એન્ટ્રી ન લે તે માટે સ્થળ સંચાલકને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આ મુદ્દો ઉઠાવવો વાજબી નથી. અને વિવાદ ઉભો કરવાની અહીં જરૂર રહેતી નથી.

આ પણ વાંચો : બુરખાની બબાલ : અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો, સ્થળસંચાલક પરીક્ષાની કામગીરીમાંથી હટાવાયા

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video