ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો
ભરૂચ : ત્રણ ચાર દિવસના વિરામ બાદ ફરીએકવાર કમોસમી વરસાદ વરસ્યો છે. શનિવારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી. જિલ્લામાં વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે.
ભરૂચ : સપ્તાહના વિરામ બાદ ફરીએકવાર કમોસમી વરસાદ વરસ્યો છે. શનિવારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી. જિલ્લામાં વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે.
શનિવારે સાંજે ભરૂચ – જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તાજેતરના કમોસમી વરસાદના નુકસાનમાંથી ખેડૂતો બહાર આવવા પ્રયાસ કરી રહયા હતા તે વચ્ચે ફરીએકવાર કમોસમી વરસાદ કહેર બનીને ત્રાટક્યો હતો. ભરૂચ જિલ્લામાં ધોમધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ – અંકલેશ્વરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે તુવેર અને કપાસના ખેડૂત ચિંતાતુર બન્યા હતા. વાતાવરણમાં થડક પ્રસરી હતી.
આ પણ વાંચો : ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ, વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક
Published on: Dec 03, 2023 08:25 AM