Bharuch : એકજ સમયે આગની બે ઘટનાઓએ દોડધામ મચાવી, નર્મદા ચોકડી નજીક એસટી બસ ભડકે બળી

|

Jun 04, 2022 | 7:56 AM

સમી સાંજે ફાયર બ્રિગેડને નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી નજીક એસટી બસમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરાયું હતું. સ્થળ ઉપર એસટી બસમાં એન્જીનના ભાગમાંથી લાગેલી આગ બસમાં પ્રસરી રહી હતી.

ભરૂચ(Bharuch)ના નેશનલ હાઇવે 48 ઉપર નર્મદા ચોકડી નજીક એસટી બસમાં અચાનક આગ લાગાતા દોડધામ મચી જવા પામી હતી. નર્મદા ચોકડી વિસ્તારમાંથી પસાર થતી બસના એન્જીનના ભાગમાંથી અચાનક આગ લાગવાનું શરૂઆત થઇ હતી. સદનશીબે બસમાં સવાર ડ્રાઇવર સહીત તમામ લોકો સમયસર બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને મદદે બોલાવવાની ફરજ પડી હતી. લાશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં બસનો મોટો હિસ્સો બળીને ખાક થઇ ગયો હતો. પ્રાથમિક તારણ અનુસાર ઘટના ઓવર હીટિંગના કારણે બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આજ સમય દરમ્યાન વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાં બની હતી જ્યાં ટી સ્ટોલમાં આગ ફાટી નીકળતા વાહનવ્યવહાર બંધ કરાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.

સમી સાંજે ફાયર બ્રિગેડને નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી નજીક એસટી બસમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરાયું હતું. સ્થળ ઉપર એસટી બસમાં એન્જીનના ભાગમાંથી લાગેલી આગ બસમાં પ્રસરી રહી હતી. ફાયર બ્રિગેડે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની નોંધવા પામી નથી. જોકે બસનો મોટો હિસ્સો બળીને ખાક થઇ ગયો હતો. બનાવ સંદર્ભે એસટી તંત્ર સાથે સી ડિવિઝન પોલીસે ઘટનાનું કારણ જાણવાની કવાયત હાથ ડરી છે.

આજ સમયે અંકલેશ્વરમાં પણ આગની વધુ એક ઘટના બની હતી. મહાવીર ટ્રેનિંગ નજીક એક ટી સ્ટોલમાં આગ લાગી હતી. આગે આખા ટી સ્ટોલને ઝપેટમાં લઇ લીધો હતો. સ્ટોલમાં ગેસનો સિલિન્ડર હતો જેના કારણે ચિંતા જન્મી હતી. ફાયરબ્રિગેડે ટ્રાફિક બંધ કરાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

Published On - 7:55 am, Sat, 4 June 22

Next Video