Bharuch : ભરૂચ પોલીસ આયોજિત SAFE & SECURE NAVRATRI MAHOTSAVમાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ ગરબે ઘૂમ્યાં, જુઓ Video

| Updated on: Oct 16, 2023 | 9:06 AM

Bharuch : ભરૂચ જિલ્લા પોલીસ(Bharuch Police) પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવ(Navratri 2023)નું ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.AFE & SECURE NAVRATRI ના સૂત્ર સાથે આયોજિત ગરબા મહોત્સવમાં નવરાત્રીના પહેલા દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહીત જિલ્લાના પોલીસ અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા.નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સબ ઇન્સ્પેકટર પ્રદીપસિંહ વાળા સહિતના ધિકારીઓ ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.

Bharuch : ભરૂચ જિલ્લા પોલીસ(Bharuch Police) પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવ(Navratri 2023)નું ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.SAFE & SECURE NAVRATRI ના સૂત્ર સાથે આયોજિત ગરબા મહોત્સવમાં નવરાત્રીના પહેલા દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહીત જિલ્લાના પોલીસ અધિકારીઓ ગરબે ઘૂમ્યા(Cops Doing Garba) હતા.

સંવેદનશીલ નગર ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાના તણાવને નેવે મૂકી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાથે નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સબ ઇન્સ્પેકટર પ્રદીપસિંહ વાળા સહિતના ધિકારીઓ ગરબે ઘુમતા(police officers playing garba) જોવા મળ્યા હતા.

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની ભક્તિ, આરાધના અને ગરબાની રમઝટ સુરક્ષિત વાતાવરણ વચ્ચે જામશે . બાળકીઓ અને યુવતીઓ અહીં સલામત વાતાવરણમાં સુરક્ષાના અભાવ વિના ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ ગરબા મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. SAFE & SECURE NAVRATRI ના સૂત્ર સાથે કરવામાં આવેલા આયોજનમાં નવરાત્રીના પહેલા દિવસે ગરમાંની રમઝટ જામી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ મનમુકીને ગરબે ઘૂમ્યાં હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ પાસે જિલ્લાના અન્ય ગરમ મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જવાબદારી પણ છે તો સાથે પોતાના ભવ્ય આયોજનને સફળ બનાવવા પણ તે ઝઝૂમી રહ્યા છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 08:23 AM