ભરૂચ : શિયાળો ચાલી રહ્યો છે કે ચોમાસુ? ઠંડીની સીઝનમાં ત્રીજી વખત માવઠું થયું

| Updated on: Jan 10, 2024 | 9:03 AM

ભરૂચ : આમ તો  ગુજરાતમાં શિયાળાની ઋતુ લગભગ સૂકી હોય  છે. જાન્યુઆરી સામાન્ય રીતે આકાશને સ્વચ્છ, વાદળ રહિત વાદળી રંગનું નજરે પડે છે. આ સમયમાં   વરસાદની શક્યતાઓ નહીંવત હોય છે પરંતુ આ વર્ષે ઇન્દ્ર દેવતા આશ્ચર્યજનક રીતે વરસી રહ્યા છે.

ભરૂચ : આમ તો  ગુજરાતમાં શિયાળાની ઋતુ લગભગ સૂકી હોય  છે. જાન્યુઆરી સામાન્ય રીતે આકાશને સ્વચ્છ, વાદળ રહિત વાદળી રંગનું નજરે પડે છે. આ સમયમાં   વરસાદની શક્યતાઓ નહીંવત હોય છે પરંતુ આ વર્ષે ઇન્દ્ર દેવતા આશ્ચર્યજનક રીતે વરસી રહ્યા છે. પૂર્વ આગાહી અનુસાર  ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા સાચી પડી રહી છે.ભરૂચના કેટલાક વિસ્તારોમાં મંગળવારે રાતે માવઠું થયું હતું.

અરબી સમુદ્રમાંથી ચક્રવાતી વાતાવરણ આગળ વધી શકે છે. આ હવામાન મુજબ ગુજરાત રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. 9 જાન્યુઆરીએ ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદની હાજરી નોંધાઈ હતી. કમોસમી વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો