ભરૂચ : શોપિંગ સેન્ટરની ગેલેરી ધરાશાયી થતા દોડધામ મચી, 5 વાહનોનો કચ્ચરઘાણ, જુઓ વીડિયો
ભરૂચ : ભરૂચ શહેરના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ રંગોલી શોપિંગ સેનેટરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની હતી. સામાન્ય દિવસોમાં આ શોપિંગ સેન્ટર ખુબ વ્યસ્ત રહેતું હોય છે. રજાના દિવસે ઘટના બનતા જાનહાની ટળી હતી.

ગેલેરી ધારાશાઓ થઇ તે સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર 5 વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. ગેલેરીનો મોટો હિસ્સો ધરાશાયી થતા આ વાહનો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટરમાં 100 જેટલી ઓફિસ, દુકાન અને હોસ્પિટલ આવેલી છે. આ કારણે અહીં સતત અવર-જ્વર રહેતી હોય છે. ઉત્તરાયણ અને રવિવારના કારણે રજા હોવાથી શોપિંગ સેન્ટર ખાલી હોવાથી જાનહાની ટળી હતી.
Published on: Jan 15, 2024 08:55 AM