ભરૂચ : પુત્ર મહેશ વસાવાના કેસરિયા પૂર્વે પિતા છોટુ વસાવાએ કાર્યકરોની બેઠક બોલાવી, શું વસાવા કરશે મોટી જાહેરાત?

|

Mar 09, 2024 | 9:35 AM

ભરૂચ : ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના નિર્ણયથી નારાજ છોટુ વસાવાએ આજે સવારે 10 વાગે કાર્યકરોની મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મોટી જાહેરાત થવાની શક્યાઓ દેખાઈ રહી છે.

સૂત્રો અનુસાર છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે જે બેઠકમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહેવાની શક્યતા વર્તાઈ રહી છે.  મહેશ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ પણ હોવાથી રાજકીય પક્ષની સત્તાને લઈ ખટરાગની શક્યતા નજરે પડી રહી છે ત્યારે છોટુ વસાવા નવી રાજકીય પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉતારવાની છોટુ વસાવા જાહેરાત કરી ચુક્યા છે. આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં ગત વિધાનસભા ચૂંટણી સમયથી મતભેદ નજરે પડી રહ્યો છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:34 am, Sat, 9 March 24

Next Video