Fire in Bharuch: દહેજમાં ભારત રસાયણ કંપનીમાં ભીષણ આગ લાગી, પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

May 17, 2022 | 4:55 PM

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

ભરૂચ (Bharuch) જિલ્લાના દહેજમાં ભારત રસાયણ કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી છે. આગ લાગતા દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ છે. આગ એટલી ભીષણ છે કે તેમા લગભગ 5 જેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ બોઇલરની અંદર વિસ્ફોટ થવાને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

10થી વધુ ફાયર ફાયટર આગ બુઝાવવાના કામે લાગ્યા

ભરુચ જિલ્લાના દહેજમાં આવેલી ભારત રસાયણ કંપનીમાં બોઇલરમાં વિસ્ફોટ થવાને કારણે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી જોવા મળી રહ્યા છે. આગ લાગતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરી છે. મળતી માહિતી પ્રમામે 10થી વધુ ફાયર ફાયટર આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. તેમ છતા પણ આગ પર કાબુ મેળવી શકાતો નથી.

5 વ્યક્તિ ઇજાગ્રસ્ત

કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં હાલમાં 5 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, જીપીસીબી, પોલીસ તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ઇજાગ્રસ્તોનો આંક વધી શકવાની શક્યતા જોવા મળી રહી છે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

આગની ઘટનામાં ઇજા પામેલા લોકોને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સમાં ભરુચની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઇજાગ્રસ્તોનો આંક વધે તેવી શક્યતાને પગલે 6-7 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

 

Published On - 4:05 pm, Tue, 17 May 22

Next Video